થોમસ આલ્વા એડિસન - સૌથી વધુ શોધ કરનાર


નમસ્કાર મિત્રો...
હવે અમારા નવા વિભાગમાં અમે લઈને આવશું વૈજ્ઞાનિકો-ગણિતશાસ્ત્રીઓની માહિતી. આ માહિતી દર શનિવારે મુકાશે. દર શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશે માહિતી.

■ થોમસ આલ્વા એડિસન :-
(નીચેની માહિતી PDF મા પણ ડાઉનલોડ કરો શકો)
થોમસ આલ્વા એડિસન PDF :- ડાઉનલોડ

થોમસ આલ્વા એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ મિલાન, અમેરીકા ખાતે થયો હતો. તેઓ પોતાના પિતાના સાતમા અને અંતિમ સંતાન હતા. તેઓએ પોતાનું પ્રારંભિક શિક્ષણ પડતું મુક્યું હતું. તેઓ શોધક અને વ્યાપારી હતા.
- વીજળીના બલ્બની શોધ તેમની સૌથી મહાન શોધ મનાઈ છે. થોમસ આલ્વા એડિસને તેના જીવન દરમિયાન ૨૦૦૦ કરતાં વધુ શોધો કરેલી. તેણે કરેલી કેટલીક શોધો જોકે નકામી પણ હતી. એડિસનની અજાયબ શોધો વિશે પણ જાણવા જેવું છે.
- એડિસને ૨૨ વર્ષની ઉંમરે ઇલેકટ્રિક મતદાન યંત્ર શોધેલું. તેમાં ઉમેદવારના નામવાળું બોર્ડ મુકાતું અને સાંસદોની પાટલી પર હા કે ના ની સ્વીચ મૂકાતી. જો કે આ યંત્ર અમેરિકાની સંસદમાં મંજૂર થયું નહોતું.
- ઇ.સ. ૧૮૭૬માં એડિસને શરીર પર ટેટૂ છૂંદવાની સ્ટેન્સીલ પેન શોધેલી.
- ઇલેકટ્રિસિટીના વપરાશનું મીટર પણ એડિસને શોધેલું તે જરા વિચિત્ર હતું. ઇ.સ. ૧૮૮૧ તેણે શોધેલા 'વેબમીટર'માં ઝીંક સલ્ફેટ સોલ્યુશન વપરાતું. વીજપ્રવાહ આ સોલ્યુશનમાંથી પસાર થાય ત્યારે તેમાં ઝીંકની કણીઓ જુદી પડતી. આ કણીઓનું વજન કરીને કેટલો વીજપ્રવાહ વહ્યો તે નક્કી થતું અને બિલ બનતું.
- ઇ.સ. ૧૮૯૯માં તેણે ઇલેકટ્રિક વડે ચાલતી કાર શોધવાની શરૃઆત કરી. તે માટે તેણે આલ્કલાઇન બેટરી બનાવી. તેની બેટરી વડે ઘણી કાર ચાલતી પરંતુ બેટરી વાંરવાર રિચાર્જ કરવી પડી. પેટ્રોલનો વપરાશ વધ્યા પછી એડિસને આ શોધ પડતી મૂકી.
- એડિસને તેના ફોનોગ્રાફનો ઉપયોગ કરીને બોલતાં રમકડાં બનાવવાના પ્રયાસો કરેલા ઢીંગલીની છાતીમાં નાનું ફોનોગ્રાફ મૂકીને સ્વીચ દબાવતાં તેનું રેકોર્ડિંગ વાગે તેવી તેમાં ગોઠવણ હતી. તેણે ઘણાં બાળગીતો રેકોર્ડ કરીને ઢીંગલીઓ બનાવી પરંતુ તે જમાનામાં રેકોર્ડિંગ પદ્ધતિ સંતોષકારક નહોતી વિકસી તેથી તેની રમકડાંની યોજના નિષ્ફળ ગયેલી.
સંદર્ભ : ગુજરાત સમાચાર

0 comments: